મોરબી : ગત તા. 8ના રોજ જી.પી.એસ.સી. દ્વારા લેવાયેલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI)નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મૂળ ગામ ભાવપરના ગામના વતની શામજીભાઈ સરડવાની પુત્રી, જે હાલ જામનગર રિલાયન્સ ટાઉનશીપ ખાતે રહે છે. તે હેતલ નરેન્દ્ર ચારોલા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. આ પરીક્ષા તેમણે કોઈપણ કલાસ ભર્યા વિના ઘરબેઠા તૈયારીથી પાસ કરી છે. અને પરિવારનું ગૌરવ વધારેલ છે. જે બદલ પરિવારજનોએ તેમને શુભેચ્છા પાઠવી છે. વધુમાં, મોરબીના રહીશ મિલન ઈશ્વરભાઈ બુડાસણાએ પણ GPSC દ્વારા લેવાયેલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા ઉતીર્ણ કરી છે. અને બુડાસણા પરિવારનું ગૌરવ વધારેલ છે. જે બદલ તેમના પરિવારજનો અને મિત્રવર્તુળે તેમને શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામના રહીશ નીતિન જગદીશભાઈ ગોસરાએ GPSC નર્મદા આસિસ્ટન્ટ એન્જીનીયર ક્લાસ-2ની પરીક્ષા પાસ કરેલ છે. ઉલ્લેખનીય છે કે તેઓ હાલ રેલવે વિભાગમાં જુનિયર એન્જીનીયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેની પરીક્ષા તેમણે 6 મહિના પહેલા પાસ કરેલી હતી. નીતિનભાઈની સિદ્ધિ બદલ તેમના પરિવારજનો અને મિત્રવર્તુળે તેમને શુભેચ્છા પાઠવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate