પાણી પુરવઠા વિભાગમાં નર્મદા, કલ્પસર વિભાગમાં આપશે સેવા મોરબી: જીપીએસસી દ્વારા લેવામાં આવતી આસિસ્ટન્ટ એન્જીનીયરીંગ કલાસ 2ની પરીક્ષામાં નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ઉત્તીર્ણ થતા ખાખરાળા ગામના રામભાઈ રવજીભાઈ ડાંગર હવે ઉપરોક્ત વિભાગમાં પોતાની સેવા આપશે. માધ્યમિક શાળાના ક્લાર્ક રવજીભાઈ ડાંગરના પુત્ર રામભાઈએ 2019માં મોરબીની એલ.ઇ. કોલેજમાં સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ ઉપરોક્ત જી.પી.એસ.સી.ની કઠિન મનાતી પરીક્ષા પાસ કરતા તેમના પર ચોમેરથી શુભેચ્છાઓ વરસી રહી છે.