મોરબી : મૂળ ગામ માળિયાના લક્ષ્મીવાસ અને હાલ મોરબીના આલાપ પાર્કમાં રહેતા તુષાર પ્રફુલભાઈ કાવરે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે લેવાયેલી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)ની પરીક્ષા રાજ્યભરમાં ચોથા ક્રમે પાસ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. આ પરીક્ષા પાસ કરીને તુષાર કાવર હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવશે. આ સિદ્ધિ બદલ તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.