મોરબી : મોરબી તાલુકાના જોધપર ગામમાં ટાઇલ્સ ફેક્ટરીના લેબર કવાર્ટરમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ પશ્ચિમ બંગાળના કાનપૂરની વતની હાલ જોધપર નદી ગામમાં મીલો ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી નૂપૂરસીંગ નાથસીંગ (ઉ.વ. આશરે 18 વર્ષ)એ ગઈકાલે તા.18 ના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.