અમેરિકન કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા બેસ્ટ યંગ ફેકલ્ટી એવોર્ડ એનાયત મોરબી : મોરબીની જાણીતા નવયુગ શૈક્ષણિક સંકુલ સંચાલિત નવયુગ બીબીએ કોલેજના યુવા અને તજજ્ઞ પ્રિન્સિપાલને અમેરિકન રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ તરફથી બેસ્ટ યંગ ફેકલ્ટી તરીકેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મોરબીમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવા પ્રદાન થકી સમગ્ર રાજ્યમાં નામના મેળવનાર નવયુગ બીબીએ કોલેજમાં વિદ્યાર્થીઓને સચોટ અને કારકિર્દીલક્ષી શિક્ષણ આપવા તજજ્ઞ ફેકલ્ટીને નિમણૂક આપવામાં આવે છે ત્યારે નવયુગ બીબીએ કોલેજના નવયુવાન અને તજજ્ઞ પ્રિન્સિપાલ ડો.હિરેન મહેતાને ઇન્ટરનેશનલ અમેરિકન કાઉન્સિલ ફોર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા તાજેતરમાં છઠ્ઠા એવોર્ડ સમારોહમાં બેસ્ટ યંગ ફેકલ્ટી તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રાજકોટની વિવિધ કોલેજમાં ફરજ બજાવી હાલ નવયુગ કોલેજ મોરબીમાં બીબીએ ફેકલ્ટીની જવાબદારી સંભાળતા ડો.હિરેન મહેતા એમબીએ થયા બાદ નાની વયમાં જ પીએચડીની ડિગ્રી હાંસલ કરવાની સાથે અનેક ઇન્ટરનેશનલ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે, તેઓને અમેરિકન સંસ્થા દ્વારા અનેરું બહુમાન સાપડતા ચોરતરફથી શુભકામનાઓ મળી રહી છે.