ટંકારા : વિરવાવ ગામે આવેલી સીમમાં યુવાનને ગઈકાલેઇલે.શોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.ટંકારા પોલીસે આ બનાવની નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવની ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરવાવ ગામે રહેતા વિરેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા ઉ.વ.20 ગઈકાલે ગામની સીમમાં આવેલી વાડીએ હતા.તે સમયે તેમને ઇલેક્ટ્રિક શોક લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en