માનસિક અસરગ્રસ્ત યુવાન વીજ શોકથી દાઝી જતા રાજકોટ સારવારમાં મોરબી : મોરબીથી પાંચ દિવસ પહેલા ગુમ થયેલ મુળ ઝારખંડનો યુવાન વઢવાણ જઈ ચડ્યા બાદ વીજ થાંબલા ઉપર ચડી જતા વીજશોકથી દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મોરબી સીરામીક ફેકટરીમાં ભાઈ સાથે રહેતો વિવેક રામચંદ્રભાઇ કુમાર (ઉ.વ.૨૫) પાંચ દિવસ પહેલા મોરબીથી ગૂમ થઇ ગયો હતો. ગઇકાલે સાંજે તે વઢવાણ જીઆઇડીસીમાં ડી માર્ટ સામે વિજ સબ સ્ટેશન પર ચડી જતાં કરંટ લાગતાં દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે વિવેક માનસિક અસ્વસ્થ હોવાનું તેના પરિવારજનોએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..