મોરબી : મોરબી શહેરમાં નજરબાગ રેલવે સ્ટેશન નજીક વિચિત્ર અકસ્માતમાં દડો લેવા નીચે નમેલા યુવકને હડફેટે લઈ ઇજા પહોંચાડી બાઈક ચાલક છનનન થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત તા. 14ના રોજ મોરબીમાં નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આવેલ સાયન્સ કોલેજ પાછળના ભાગે ગ્રાઉન્ડ ખાતે નિતીનભાઇ ચતુરભાઇ અંબલીયા (ઉ.વ. 23) દડો (ક્રિકેટ બોલ) લેવા નીચે નમતા હતા. ત્યારે માથા સાથે મો.સા. રજી.નં. GJ 03 FS 0874 ના ચાલક હાર્દિકભાઇએ વાહન ભટકાડી દઇ ગળે તેમજ ડાબા હાથના કાંડે છોલાણ તેમજ ડાબી આંખ ઉપરના હાડકામાં ફેક્ચર ઓપરેશન કરાવવુ પડે તેવી ઇજા પહોચાડી હતી. મોટર સાયકલનો ચાલાક એક્સીડન્ટ કરી સ્થળ પરથી નાશી ગયો હતો. હાલમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ કરી છે.