વાંકાનેર : વાંકાનેરમાં રહેતા યુવાને અગ્નિસ્નાન કરી લીધા બાદ ગંભીર રીતે દાઝી જતા તેણે રાજકોટ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના આરોગ્યનગર શેરી ન.5 માં રહેતા આફતાબભાઈ રસુભાઈ ખોખર ઉ.વ.35 નામના યુવાને ગત તા.19ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે એસિડ-કેરોસીન છાંટીને જાતેજ શરીરે આગ ચાંપી દીધી હતી.આ બનાવમાં યુવાન ગંભીર રીતે દાઝી જતા તેને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં ગઈકાલે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en