મોરબી : મોરબી તાલુકાના અમરાપર ગામે યુવકે અમરાપર ગામમાં ભૂંડ પકડવાની ના પાડતા ત્રણ શખ્સોએ બઘડાટી બોલાવી હતી. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી છે. ગઈકાલે તા. 22ના રોજ કમલસીંગ મહેન્દ્રસીંગ બાવરી તેમજ તેના ભાઈઓ મખનસીંગ અને ક્રિપાલસિંગ મહેન્દ્રસિંગ બાવરી અમરાપર ગામમાં ભુંડ પકડતા હોય. જેથી, ફરીયાદી અજીતસિંગ સોહનસિંગ સરદાર (રહે. મોરબી)એ ભુંડ પકડવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશકેરાઇ ગયા હતા. અજીતસિંગને જેમ ફાવે તેમ ગાળો આપી ઝપાઝપી કરી હતી. બાદમાં આરોપીઓએ અજીતસિંગને મારવા લાકડીઓ કાઢતા અજીતસિંગ જાન બચાવવા ત્યાંથી નાસવા જતા હતા. ત્યારે આરોપીઓએ અજીતસિંગને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે.