મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર સિલ્વર પાર્કમાં રહેતા જીગ્નેશભાઈ નિલેશભાઈ કુકવા નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.