ટંકારાના વિરપર ગામની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી ટંકારા : ટંકારાના વિરપર ગામે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણી લીધો હતો. આ ઘટનાની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા હીરેનભાઈ બાબુભાઈ ચાવડા (ઉ.વ.૨૯) નામના યુવાને ગઈકાલે તા.૩૧ ના રોજ સવારના નવેક વાગ્યાની આસપાસ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..