મોરબી તાલુકાના પીપળીયા ગામના રેલ્વે સ્ટેશન સામે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી તાલુકાના પીપળીયા ગામમાં શંકર ભગવાનના મંદિર ફરતે વરંડો બનાવવા ગામમાથી પસાર થતા રેતીના ટ્રક ચાલકો પાસેથી ધર્માદાની રકમની ઉઘરાણી પ્રશ્ને પીપળીયા રેલવે સ્ટેશન સામે માથાકૂટ કરી બે શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માળીયા તાલુકાના નિરુબેનનગર ખાતે રહેતા ફિરોજભાઇ હમજાનભાઇ કમોરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવાયું છે કે તેમના ભાઈ અબ્દુલભાઇ તથા સલીમભાઇ બન્ને પીપળીયા ગામમાં શંકરના મંદિરના ફરતે વંડો બનાવવા સારૂ રેતીની ગાડી પીપળીયા ગામમાથી નીકળે તેના ધર્માદાના રૂપીયા ઉઘરાવવા માટે પીપળીયા ગામના પૃથ્વીરાજસિંહે હાજરીમાં રાખેલ હતા જે હાજરીના રૂપીયા સલીમભાઇ અલીયાસભાઇ કમોરા અને અનવરભાઇ ઇકબાલભાઇ કમોરા રહે.બન્ને નિરૂબેનનગર વાળાને આપવાના બાકી હોવાથી પૈસા માંગતા બન્નેએ એક સંપ કરી અબ્દુલભાઇને છરીના ઘા ઝીકી દેતા કિડનીમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં દાખલ કરાયા છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૬,૫૦૪,૧૧૪, તથા GPA ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..