ઓમ વીવીઆઈ કોલેજના મેદાન નજીક ચાર શખ્સોનું કારસ્તાન મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા યુવાનને ઘર નજીકથી પસાર થવા મામલે ચાર શખ્સોએ ઓમ વીવીઆઈએમ કોલેજના મેદાન પાસે આંતરી સાથળના ભાગે છરીના ઘા ઝીકી દેતા સારવારમાં ખસેડાયો છે અને ચારેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નં-૧૪માં રહેતા દેવકુમાર દિપકભાઇ પંડિત ઉ.વ-૨૨ દરરોજ પોતાના ઘરે જવા માટે વજેપરમાં જ રહેતા આકીબ મીરના ઘર પાસેથી નીકળતો હોય આરોપી આકીબ મીરને સારું નહિ લાગતા દેવકુમારને ગઈકાલે ઓમ વીવીઆઈએમ કોલેજના મેદાન પાસે અટકાવી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. વધુમાં આ મામલે દેવકુમારે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં આકિબ મીર રહે- વજેપરા મોરબી, ભુપેન્દ્ર વાધેલા રહે-કાલીકા પ્લોટ મોરબી, પ્રિયાંશુ ઉર્ફે બાવો રહે-ગ્રીનચોક મોરબી અને પ્રિયાંશુના મિત્ર વિરુદ્ધ પોતાને અટકાવી ત્રણેય ઈસમોએ પકડી રાખી આકીબે સાથળના ભાગે છરીના ઘા ઝીકવા અંગે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે દેવકુમારની ફરિયાદના આધારે આકીબ સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..