લૂંટારું ટોળકીએ આધારકાર્ડ બતાવવાનું કહીને લૂંટને અંજામ આપ્યો મોરબી : ધીરે ધીરે ક્રાઇમ નગરી બની રહેલી મોરબીમાં વધુ એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી છે. જેમાં મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી નજીક ગતરાત્રે લૂંટારું ટોળકીએ એક યુવાનને નામ પૂછવાના બહાને ઉભો રાખી આધારકાર્ડ બતાવવાનું કહીને તેને માર મારી લૂંટી લીધો હતો. હાઇવે ઉપર સતત આવી રીતે વારંવાર લૂંટફાટના બનાવો બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોરબીના રફાળેશ્વર ગામે રહેતા સોલંકી મુકેશભાઈ જેઠાભાઈ નામના યુવાનના જણાવ્યા મુજબ આ યુવાન બાઈક ઉપર ગતરાત્રે મકનસરથી કામ પતાવીને પરત આવતો હતો. ત્યારે હાઇવે ઉપર રફાળેશ્વર જીઆઇડીસી નજીક અગાઉથી એક્ટીવા સાથે આવેલા બે શખ્સોએ આ યુવાનને આંતરીને તેનું નામ પૂછ્યું હતું અને આધારકાર્ડ બતાવવાનું કહ્યું હતું.પરંતુ યુવાને આધારકાર્ડ ન હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ યુવાનના પાકીટમાંથી સાતથી આઠ હજાર જેટલી રોકડ પડાવી લીધી હતી. જો કે યુવાને પ્રતિકાર કરતા અને તેના બાઈક નંબર જોવાની કોશિશ કરતા બન્ને શખ્સોએ યુવાનને છરી બતાવી માર મારીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ યુવાને પોલીસને જાણ કરી હતી. જો કે હાઇવે ઉપર આવા લૂંટના બનાવો સતત બનતા હોય પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..