મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર ઓમકાર રેસિડેન્સી નજીકથી સિટી એ ડિવિઝન પોલીસે શહેરના વજેપર શેરી નંબર 11માં ભાડાના મકાનમાં રહેતો હાર્દીક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા નામનો યુવાન પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂ મેકડોવલ્સ નંબર-1ની બે બોટલ કિંમત રૂપિયા 600 લઈને નીકળતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.