મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં પોલીસ દ્વારા વ્હીસ્કીની વીસ બોટલો સાથે યુવકને પકડી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 13ના રોજ મોરબી તાલુકાના રંગપર ગામમાં સોમનાથ પેટ્રોલપંપ સામે સેજ સિરામીક પાસે સરદારસિંહ ઉર્ફે પ્રવિણસિંહ હડાન્તો ઉર્ફે હરેસિંહ સોઢા (ઉ.વ. 32)ને આધાર વગર એક કાપડના વિમલ લખેલ થેલામાં કિંગ્સ ગોલ્ડ સ્પેશ્યલ વ્હીસ્કીની કંપની શીલપેક 20 બોટલો (કિં.રૂ. 6000)નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદા સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપી સરદારસિંહની અટકાયત કરી છે. તેમજ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન મુજબ ગુનો નોંધ્યો છે.