ટંકારા : ટંકારાની લતિપર ચોકડી નજીકથી પોલીસે એક્સેસ મોટર સાયકલની ડેકીમાં મેકડોવેલ નંબર વન દારૂની બોટલ લઈને નીકળેલા સોયલ ઉર્ફે સોહીલ લીયાકતભાઇ ઉમરાણી, રહે. મઢવાળીશેરી ટંકારા વાળાને ઝડપી લઈ રૂ.300ની કિંમતની દારૂની બોટલ તેમજ 30 હજારની કિંમતનું મોટર સાયકલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.