મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે પંચાસર રોડ નજીક નાની કેનાલ રોડ ઉપરથી યુવાનને જુદી - જુદી બ્રાન્ડની વિદેશીદારૂની 20 બોટલ સાથે ઝડપી લીધો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ રોડ નજીક અલગ - અલગ બ્રાન્ડની વિદેશીદારૂની 20 બોટલ સાથે નીકળેલા ન્યુ ચંદ્રેશનગરમાં રહેતા કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રાને પોલીસે રૂ.15750ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..