મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા જીતેન્દ્રભાઇ વાલજીભાઇ સોલંકી ઉ.27 નામના યુવાનને એક વર્ષ અગાઉ અકસ્માત થતા માથામાં ઇજા થવાથી ગમે ત્યારે માનસિક સંતુલન ગુમાવી પડી જતો હોવાની બીમારી થઈ જતા ગઈકાલે આ બીમારીથી કંટાળી લીલાપર રોડ ઉપર કાળીપાટ નજીક રહેતા તેમના બહેન જસીબેનને ઘેર જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.