યુવાન તેના માતા અને મામા સાથે અહી રહેતો હોવાનું સામે આવ્યું, આજુબાજુના લોકો તેમજ સમાજના આગેવાનોએ પણ આ મામલે કોઇ ટિપ્પણી ન કરીમોરબી : મોરબીનો 22 વર્ષનો યુવાન રશિયા અભ્યાસ કરવા ગયો હતો. જ્યાં ડ્રગ્સ કેસમાં પકડાયા બાદ તેને જેલથી બચવા રશિયન સેના તરફથી લડવાનો વિકલ્પ પસંદ કર્યો હતો, બાદમાં તેને યુક્રેન સામે આત્મસમર્પણ કરી દીધું હતું. આ યુવાન મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર માજોતી સાહિલ મોહમ્મદ હુસેન રશિયા અભ્યાસ માટે ગયો હતો. પરંતુ ત્યાં તે ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો હતો. આ ગુનામાં તેને રશિયન સશસ્ત્ર દળમાં જોડાવાની ફરજ પડી હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ યુવાન યુદ્ધ લડવા માંગતો ન હતો અને તેને જીવ બચાવવા યુક્રેનિયન સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.મોરબીના આ યુવાનનો યુક્રેન દ્વારા વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને ડ્રગ્સ સંબંધિત આરોપોમાં રશિયામાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેને વધુ સજાથી બચવા માટે રશિયન સેના સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની ઓફર આપવામાં આવી હતી. જે તેને સ્વીકારી હતી. તે લડવા માંગતો ન હતો, તેને મદદની જરૂર હતી. હાલ આ યુવાન યુક્રેનમાં બંદી બનેલો છે. આ યુવાન કાલિકા પ્લોટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તે અહીં તેમના માતા અને મામા સાથે રહેતો હતો. હાલ આ યુવાનનો પરિવાર આ બનાવને લઈને કઈ બોલવા તૈયાર નથી.