મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા યુવાને વેપાર ધંધો બરાબર ન ચાલતો હોય ટેંશનમાં દુકાનમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ હરેશભાઇ લોદરિયા નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વેપાર ધંધો કરતા હોય પરંતુ વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાથી બેલા ગામની સીમમાં આવેલ યોગી કોમ્પ્લેક્સની દુકાન નંબર 11મા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.