10 સિનીયર સીટીઝનોના સ્ક્રીનીંગ ટેસ્ટ કરી સેમ્પલ લેવાયા મોરબી : વાંકાનેર પાસે માટેલ રોડ ઉપર આવેલ ફેકટરીમાં કામ કરતા 28 વર્ષના યુવનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. અને તેના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ 10 સિનિયર સિટીઝનોને શરદી, ઉધરસ કે તાવ જણાતા તેઓના સ્ક્રીનીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામના સેમ્પલ પણ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.