ખાડો તારવવા જતા બાઈકચાલક ઉપર ટ્રક ફરી વળ્યો મોરબી : મોરબીમાં ઉબડ - ખાબડ રોડ રસ્તા રોજ માનવ જિંદગી હણી રહ્યા છે તેવા સમયે જનતાના આશીર્વાદ લેવા નીકળેલા રાજનેતાઓની જિલ્લામાં હાજરી વચ્ચે મોરબી જેતપર રોડ ઉપર જીવલેણ ખાડાએ આશાસ્પદ યુવાનનો જીવ લેતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોરબી જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલપંપથી આગળ વેન્ટો સીરામીક પાસેથી ગઈકાલે બાઈક લઈને જઈ રહેલા નવી પીપળી ગામે રહેતા મયુરકુમાર હિતેશભાઇ કુંડારીયાને આગળ જઈ રહેલા ટ્રક નં-KA-22-B-2192 નો ચાલક ખાડો તરવવા જતા અડફેટે લઈ લેતા યુવાન ઉપર ટ્રક ફરી વળતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક મયુરકુમારના પિતા હિતેશભાઈ કુંડારિયાએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ઇ.પી.કો કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..