વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે નદીમાં નહાવા પડેલા મોરબીના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો મનીષભાઈ અરવિંદભાઈ હળવદિયા ઉ.વ.22 નામનો યુવાન ગઈકાલે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે આવેલી નદીમાં નહાવા પડ્યો હતો.પરંતુ આ યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.આ કરુણ બનાવથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en ta