મોરબી : યોગ આરાધના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા 60 જેટલા વડીલોને યોગ કરાવાયા હતા. યોગ કરીને વૃદ્ધોએ યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ દ્વારા વૃદ્ધો હળવા ફૂલ થયા હતા અને ચિંતામુક્ત અને નિરોગી કેમ રહી શકાય તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે જ તમામ વૃદ્ધોના આશીર્વાદ મેળવીને યોગ આરાધના સંસ્થા દ્વારા યોગ દિવસ ઉજવાયો હતો.