મોરબી : મોરબીમાં થોડા દિવસ પહેલા માર્કેટ યાર્ડમાંથી થયેલા જીરુ ચોરીના બનાવમાં આરોપીઓને મુદ્દામાલ સાથે તાત્કાલિક પકડી પાડવા બદલ મોરબી યાર્ડના સત્તાધીશો અને સહકારી આગેવાનોએ મોરબી એ ડિવિઝનના પી.આઈ અને સ્ટાફનો આભાર માન્યો છે. ગત તારીખ 30ના રોજ મોરબી માર્કેટ યાર્ડમાંથી 39 બોરી જીરુ જેની કિંમત આશરે રૂપિયા 4.50000 જેવી હતી. આ ઘટનાની જાણ મોરબી એ ડિવિઝનને કરી હતી. જેના અનુસંધાનમાં એ ડિવિઝનના પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન રાજસ્થાનથી જીરુ તથા ચોરીમાં વપરાયેલ વાહન અને મુદ્દામાલ કબજે કરી પરત લાવ્યા હતા. આ ઝડપી કામગીરી બદલ સહકારી આગેવાન મગનલાલ વડાવિયા અને મોરબી બજાર સમિતિના ચેરમેન ભવનભાઈ ભાગીયાએ મોરબી એ-ડિવીઝનના પી.આઇ પંડ્યા તથા તમામ સ્ટાફનો આભાર માની અભિનંદન પાઠવ્યા છે.