હજારો વાહનોની અવરજવર થતા માર્ગ પર અકસ્માત ટાળવા તાકીદે રિપેરીગની માંગ મોરબી : મોરબી તાલુકાના હજનાળીથી પીપળીયા ચાર રસ્તા સુધીનો માર્ગ ભંગારમાં ફેરવાઈ ગયો છે. આથી આ હજારો વાહનોની અવરજવર થતા માર્ગ પર અકસ્માતનું જોખમ ઉભું થયું છે. તેથી આ માર્ગની વહેલાસર યોગ્ય સમારકામ કરવાની માંગ ઉઠી છે. મોરબી તાલુકાના હજનાળી ગ્રામ પંચાયતના સરપંચએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી હતી કે,હજનાળીથી પીપળીયા ચાર રસ્તા સુધીનો માર્ગ અતિશય બિસ્માર છે. આ રોડ એટલી હદે ખખડધજ છે કે તેમાં અવરજવર કરવી કઠિન બની છે. જો કે આ રોડ જામનગર હાઇવેને જોડતો માર્ગ છે. તેથી આ માર્ગ ઉપર દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે.ત્યારે આ રોડની ખરાબ હાલતથી લોકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. અને લોકોને પણ ભારે હાલાકી પડે છે. તેથી આ માર્ગનું તાત્કાલીક ધોરણે યોગ્ય રીતે રિપેરીગ કરવાની તેઓએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..