કાચા માલના ભાવમાં 15%નો વધારો બીજી તરફ ડીમાન્ડ તળિયે, પ્રોડક્શન ચાલુ રાખીને કરવું શું ? કારખાનેદારો મુશ્કેલીમાં : હજારો લોકોના રોજગાર ઉપર પણ ગંભીર અસરમોરબી : મોરબીનો વૈશ્વિક ઓળખ સમાન ઘડિયાળ ઉદ્યોગ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉદ્યોગ છેલ્લા 3થી 4 મહિનાથી વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે અત્યાર સુધીની સૌથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. કાચા માલના ભાવના 15 ટકા જેવો વધારો થયો છે. બીજી તરફ ઘડિયાળની ડિમાન્ડ સાવ તળિયે છે. આવી સ્થિતિમાં કારખાનેદારો મુશ્કેલીમાં મુકાય ગયા છે.ઉત્પાદન ખર્ચમાં વધારો, સામે માંગનો અભાવમોરબી ક્લોક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીના જણાવ્યા અનુસાર, ઘડિયાળ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિક મટીરીયલ, પેકેજિંગ અને અન્ય કાચા માલના ભાવમાં 12 થી 15% નો તોતિંગ વધારો થયો છે. બીજી તરફ, મોંઘવારી વધવાને કારણે સ્ટાફના પગારમાં પણ વધારો કરવો પડ્યો છે. આ તમામ પરિબળોને કારણે કુલ ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે. સામે પક્ષે, તૈયાર માલની બજારમાં કોઈ જ માંગ નથી. ઘડિયાળ એ જીવનજરૂરી વસ્તુ ન હોવાથી, મોંઘવારીના સમયે લોકો આવી શોખની વસ્તુઓની ખરીદી ટાળે છે, જેની સીધી અસર વેચાણ પર પડી રહી છે.ઇતિહાસમાં પ્રથમવાર મોટાભાગના કારખાનાઓમાં 3 દિવસની રજા શરૂ કરાઇમોરબીમાં નાના-મોટા મળીને કુલ 90થી 100 જેટલા ઘડિયાળના કારખાનાઓ આવેલા છે. હાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 80થી 90% કારખાનાઓમાં અઠવાડિયામાં 3 દિવસની રજા રાખવામાં આવી રહી છે. શશાંકભાઈ દંગીએ સ્પષ્ટ કર્યું કે, છેલ્લા 32 થી 35 વર્ષના ઇતિહાસમાં ઘડિયાળ ઉદ્યોગમાં આવી ભયંકર મંદી ક્યારેય જોવા મળી નથી.15000 જેટલા લોકોના રોજગાર પર અસર, મહિલા રોજગારીને મોટો ફટકોમોરબીનો ઘડિયાળ ઉદ્યોગએ રાજ્યમાં સૌથી વધુ મહિલાઓને રોજગારી આપતો ઉદ્યોગ છે. આ ઉદ્યોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 14000 થી 15000 કર્મચારીઓ જોડાયેલા છે. આ કુલ કર્મચારીઓમાંથી 85% જેટલી સંખ્યા માત્ર મહિલાઓની છે. હાલની મંદી અને ઉત્પાદન કાપના કારણે ગ્રામ્ય અને મહિલા રોજગારી પર સીધી અને ગંભીર અસર પડી રહી છે, જે નાના ઉદ્યોગકારો અને શ્રમિકો માટે ચિંતાનો વિષય છે.ઘડિયાળ ઉદ્યોગ ડોમેસ્ટિક માર્કેટ ઉપર પર સંપૂર્ણ આધારિતશશાંકભાઈ દંગીએ અંતમાં જણાવ્યું કે મોરબીના ઘડિયાળ ઉદ્યોગના કુલ ઉત્પાદનમાંથી અંદાજે 5% માલની જ વિદેશમાં નિકાસ (export) થાય છે. બાકીનો 95% આધાર દેશના સ્થાનિક (domestic) બજાર પર છે. વૈશ્વિક પરિબળોની સાથે સ્થાનિક બજારમાં ઘટેલી માંગ આ ઉદ્યોગ માટે મુશ્કેલીનું મુખ્ય કારણ છે. હાલ કોઈ ત્વરિત રાહત કે ઉકેલની અપેક્ષા ઓછી છે.#MorbiUpdate #MorbiClockIndustry #MorbiNews #GujaratBusiness #ClockManufacturing #EconomicSlowdown #Morbi #BusinessNews #LocalIndustry