કામગીરી બાદ વાહન વ્યવહાર સતત ચાલુ રહેતા ફરી ખાડા પડ્યા: યોગ્ય રીતે કાર્યવાહી કરવા લોકમાંગ ઊઠી મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ બાદ હવે અંદરના સોસાયટીના રસ્તાઓ પરના ખાડા ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે મોરબીના સામા કાંઠે ભારતી વિદ્યાલયની બાજુમાં આવેલ હરિપાર્ક સોસાયટીમાં ગત રાત્રે ખાડા ભરવામાં આવ્યા પરંતુ સિમેન્ટ-કોંક્રીટ નાખીને આડશ ન મુકવાના કારણે વાહનોની અવરજવર સતત ચાલુ રહી હતી. જેના કારણે ફરીવાર ખાડા હતા તે સ્થિતિમાં થઈ ગયા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં ઘણા બધા રોડ પર આવી રીતે કામગીરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. યોગ્ય રીતે આડશ ન મૂકતા રસ્તા પર કરેલી કામગીરી પર પાણી ફરી વળ્યું છે. તેથી મહાનગરપાલિકા કામગીરી કરે તો યોગ્ય રીતે કરે તેવી લોકમાંગ ઊઠી છે.