મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપભાઈ સંઘાણી સંચાલિત સમાજ સેવા કેન્દ્ર દ્વારા વર્ષામેડી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમ્યાન કરવામાં આવેલી કામગીરીમાં બાકી રહી ગયેલ અરજદારોના કામ સેવાસેતુના કાર્યક્રમ બાદ મામલતદાર કચેરીએ રૂબરૂ જઈને કરવામાં આવ્યા હતા. તેમજ અરજદારોના થઈ ગયેલ કામ ઘેર-ઘેર સુધી પહોંચાડવાની કામગીરી સમાજ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી.