ત્રણ વર્ષથી રોડનું કામ અધરતાલ રહેતા ખખડધજ માર્ગથી સ્થાનિક ઉધોગકારો અને લોકોને ભારે હાડમારી મોરબી : મોરબીના જીકિયારીથી નીચી માંડલ ગામ સુધીના માર્ગને નવો બનાવવાની કામગીરી ટલ્લે ચડી છે. જેમાં ત્રણ વર્ષથી રોડનું કામ અધરતાલ રહેતા ખખડધજ માર્ગથી સ્થાનિક ઉધોગકારો અને લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આથી આ રોડનું કામ સત્વરે ચાલુ કરવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના જીકિયારીથી નીચી માંડલ ગામ સુધીનો આશરે 11 કિમીનો લાંબો રોડને નવો બનાવવા માટે વર્ષ 2019 માં કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ રોડ નવો બન્યો નથી. તેમાંય છેલ્લા ચાર પાંચ મહિનાથી આ રોડની કામગીરી સાવ ઠપ્પ છે. આથી જીકિયારી અને નીચી માંડલ ગામ વચ્ચે અવરજવર કરવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ રોડ ઉપર અનેક ઉધોગો આવેલા છે. તેથી આ રોડ ઉપર વાહનોનો ભારે ઘસારો રહે છે. પણ નવો રોડ બનાવવાની કામગીરી બંધ થતાં અને હાલ આ માર્ગ એક્દમ ઉબડ ખાબડ બની ગયો હોવાથી લોકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે ત્રણ વર્ષના લાંબા સમયગાળામાં પણ આ રોડ નવો ન બનતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.તેથી વહેલાસર આ રોડનું કામ શરૂ થાય તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..