આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર સુધીના માર્ગ પર ભૂગર્ભ ગટરનું કામ હાલમાં પ્રગતિ હેઠળ મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા લુવાણાપાર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થતા હવે વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.મહાપાલિકાની ડ્રેનેજ શાખાએ લુવાણાપાર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેના પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાયો છે. આ કામગીરી પૂરી થતાં રસ્તો પણ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર સુધીના માર્ગ પર ભૂગર્ભ ગટરનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે. મહાપાલિકાએ જણાવ્યું છે કે આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. ભૂગર્ભ ગટરનું કામ પત્યા બાદ રોડ રીસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.