વારંવારની રજુઆત છતાં ઉઠા ભણાવતા તંત્રએ આજે પણ ખાતરીનું ગાજર જ આપ્યું મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર લાયન્સનગર છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલા પાણીના ધાંધિયા મામલે આજે ફરી વખત આ વિસ્તાર મહિલાઓ સહિતના લોકોએ પાલિકા કચેરીમાં રજુઆત કરી હતી અને પાણી પ્રશ્ને તથા પ્રાથમિક સુવિધાના આભવે આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.પરંતુ પાણી પ્રશ્ને વારંવાર ઉઠા ભણાવતા તંત્રએ આજે પણ વધુ એક વખત કોણીએ ગોળ ચોપડ્યો હતો. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ છેવાડાના વિસ્તાર લાયન્સનગરમાં ઉનાળાના પ્રારંભથી પાણીની પળોજણ સર્જાઈ છે. આ વિસ્તારના લોકોને અનેક વખતની રજુઆત છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.પાલિકા તંત્રની બેદરકારીના કારણે લાયન્સનગરમાં પાણીનો પ્રશ્ન ઠેરનો ઠેર જ રહી ગયો છે.તેથી લાયન્સનગરના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીની આગેવાની હેઠળ આ વિસ્તારની મોટી સંખ્યા મહિલા સહિતનો ટોળું આજે પાણી પ્રશ્ને ફરી વખત પાલિકા કચેરીએ દોડી ગયું હતું અને પાણી પ્રશ્ને ભોગવવી પડતી યાતના દર્શાવીને પાણી પ્રશ્નનો કાયમી હલ લાવવાની માંગ કરી હતી. મહિલાઓ સહિતના લોકોએ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે, લાયન્સનગરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે વારંવાર પાણીની સમસ્યા સર્જાય છે.જેમાં 3 દિવસ પાણી આવે અને અઠવાડિયા સુધી પાણી આવતું નથી. વારંવાર દિવસો સુધી પાણી આવતું ન હોવાથી આ વિસ્તારની.મહિલાઓને પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડે છે અને પાણીના એકએક બુંદ માટે રીતસર વલખા મારવા પડે છે. સ્થાનિક લોકોએ પાણી પ્રશ્નની સાથે બંધ સ્ટ્રીટ લાઈટ.,ઉબડ ખાબડ રસ્તા અને ઉભરાતી ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક અસુવિધાઓ અંગે વિગતવાર લેખિતમાં રજુઆત કરીને આ તમામ પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવાની માંગ કરી હતી.જોકે તંત્રએ ફરી એકવાર આ ગંભીર સમસ્યાઓ મુદે ખાતરીનું ગાજર આપ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne