મોરબી: (પ્રમોશન આર્ટિકલ) મોરબીમાં બે દિવસીય 'ધ વુમન એક્સપો' એક્ઝિબિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 26 અને 27 જાન્યુઆરીના રોજ શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે, સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જે સવારે 10:00 થી રાત્રિના 08:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે, જેમાં શહેરની ફેશનપ્રેમી મહિલાઓને એક જ સ્થળે ખરીદીની ઉત્તમ તક મળશે.આ એક્સપોમાં લેડીઝ નાઈટવેર, ચિલ્ડ્રન વેર, વેસ્ટર્ન વેર, હોઝીયરી તેમજ આધુનિક ઈમિટેશન જ્વેલરી અને લેટેસ્ટ ડ્રેસ કલેક્શનની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. ઘરઆંગણે યોજાઈ રહેલા આ ખાસ પ્રદર્શનમાં અવનવી વેરાયટીઓ નિહાળવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર 99093 82382, 9726920732 પર સંપર્ક કરવા જણાવાયું છે.