વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે મુરઘીના વેચાણ મામલે મહિલાને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી કીરણબેન ઇન્દ્રસિંહ મુન્નાલાલ ઠાકુર ઉ.વ. ૨૯ રહે. હાલ મજુર ભાઇ હુશેનભાઇની વાડીમાં તીથવા વાંકાનેર વાળીએ આરોપીઓ અબ્દુલભાઇ સાજીભાઇ મોમીન ,મોઇનભાઇ અબ્દુલભાઇ મોમીન રહે. બંન્ને તીથવા ,વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૨૫ ના રોજ ફરીયાદીને આરોપીએ મુર્ગી આપવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.