ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામના મહિલા સરપંચે અચાનક સરપંચ પદ ઉપરથી રાજીનામુ ધરી દેતા ઉપ સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજકીય ખટપટને કારણે તેઓએ રાજીનામુ આપ્યાની ચર્ચા હાલ ચાલી રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામના મહિલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે અચાનક જ રાજીનામુંધરી દેતા ટીડીઓ દ્વારા રાજીનામુ મંજુર કરવાનો હુકમ કરી સરપંચ સજનપરનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સીણોજીયાને સોપવાનો હુકમ કર્યો છે.સજનપર ગામના યુવા અને શિક્ષિત મહિલા સરપંચ રીનાબેનના રાજીનામાંને પગલે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ તો મહિલા સરપંચે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, રાજકીય ખટપટને પગલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ પણ ગામમાં જોર પકડ્યું છે.