બ્યુટી પાર્લરમાં કામ કરતા યુવાનને પગમાં ઇજાઓ પહોંચી મોરબી : મોરબીની વાવડી ચોકડીએ બેકાબુ ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા બ્યુટી પાર્લરમાં કામ કરતા મહિલા અને યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં મહિલાનો તો હાથ કાપવાની નોબત આવી છે. નોંધનીય છે કે આ અકસ્માતમાં પણ ટ્રક ચાલક નાસી છુંટયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બોનાન્ઝા લેડીઝ સલૂનમાં કામ કરતો હર્ષ રાજેશ કુમાર જાદવ પોતાની સાથે જ કામ કરતા હર્ષાબેન કિશોરભાઈ પરમારના એક્ટિવામાં જતા હતા ત્યારે વાવડી ચોકડી ક્રોસ કરતી વેળાએ ટ્રક નંબર જીજે - 12- બીવાય- 1194ના ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી એક્ટિવાને હડફેટે લેતા હર્ષને પગમાં તથા હર્ષાબેનને હાથ ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળતા હર્ષને મોરબી અને હર્ષાબેનને રાજકોટ સારવારમાં દાખલ કરવા પડ્યા હતા. દરમિયાન આ ગંભીર અકસ્માતમા હર્ષાબેનને હાથ કોણીથી નીચેના ભાગે કાપવો પડ્યો છે. દરેક અકસ્માતના બનાવોની જેમ આ બનાવમાં પણ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. અને સારવારમાંથી સ્વસ્થ બની આ અકસ્માત મામલે હર્ષ જાદવે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક નંબરના આધારે ફરિયાદ નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..