વાંકાનેર : વાંકાનેરના વઘાસિયા ગામ પાસે ફાટક નંબર 5 અને 6ની વચ્ચે રેલવે ટ્રેક ઉપર કામખ્યા એક્સપ્રેસની હડફેટે આવી જતા એક યુવતીનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સ્ટેશન માસ્તરે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈને યુવતીની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.