રીફર એન્ડ વિન સ્કીમનો ડ્રો દરમિયાન ગ્રાહકોને સ્કિમ વિશે માહિતી અપાઈ ટંકારા : IIFL ગોલ્ડ લોન ટંકારા શાખા દ્વારા રીફર એન્ડ વિન સ્કીમનો ડ્રો યોજવામાં આવ્યો હતો.તેમજ ગ્રાહકો સાથે સંવાદ થકી IIFL ગોલ્ડ લોન શાખાની માહિતી આપી હતી.આ ડ્રોમાં વિજેતાને I-PHONE-11 મોબાઈલ ગિફ્ટ આપવામાં આવ્યો હતો. ટંકારા લતીપર ચોકડી ખાતે આવેલી IIFL ગોલ્ડ લોન શાખા દ્વારા ગત માર્ચ મહિનામાં ગ્રાહક થી ગ્રાહકના સુત્ર સાથે રજીસ્ટ્રેશન સ્કિમ લોન્ચ કરવામાં આવી હતી.જેમા ચાલુ માસમાં લક્કી ડ્રો યોજ્યો હતો.જેમા IIFL ગોલ્ડ લોન ટંકારા શાખાના ગ્રાહક દેવાભાઈ પોલાભાઈ ઝાપડા ડ્રો જીત્યા હતા.ત્યારે શાખા દ્વારા ઈનામમાં I-PHONE-11 ગિફ્ટ આપી હતી.આ તકે શાખાના પ્રબંધક રયસુદીન શેરસીયા,એરીયા મેનેજર સમિર બગથરિયા, ટેરેટરી મેનેજર ભાવિન મહેતા સહિત ટંકારા સ્ટાફ અને ગ્રાહકો હાજર રહ્યા હતા.જેને કસ્ટમર રીફર કરો અને અવનવી ગિફ્ટ મેળવોની સ્કિમ વિશે માહિતી આપી હતી.