હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામનો બનાવ હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ખેત મજૂરી કરતી પરિણીતાએ ચા બનાવવા અંગે પતિ સાથે બોલાચાલી થતા લાગી આવતા ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ કડીવાલની વાડીએ રહી મજૂરી કામ કરતા ઊર્મિલાબેન કરણભાઈ નાયક નામના પરિણીતાને તેમના પતિ સાથે ચા બનાવવા મામલે બોલાચાલી થતા લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.