મોરબી : મોરબી વાંકાનેર હાઇવે રોડ લાલપર ગામ નજીક આઇસર ટ્રકે પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારતા યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી મેલડીમાની મંદીરની પાસે રહેતા ફારૂકભાઇ ઇસ્માઇલભાઇ મોવર નામના યુવાન ગત તા ૧૧/૦૭ના રોજ પોતાનું જીજે-૩૬-એન-૫૮૬૩ નબરનું બાઈક લઈને કોઈ કામસર મોરબી વાંકાનેર હાઇવે રોડ લાલપર ગામથી આગળ શ્રીજી સીરામીકની સામે હાઇવે રોડ પસાર થઈ રહ્યા હતા .ત્યારે આરોપી આયસર નંબર જીજે-૧૩-એ,ડબલ્યુ ૫૬૬૬ નો ચાલકે પોતાના હવાલા વાળુ આયસર પુરઝડપે અને ગફલતભરી રીતે ચાલવી આ બાઇકને પાછળથી હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી ફારૂકભાઇ ઇસ્માઇલભાઇ મોવરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની રેસ્માબેન ફારુકભાઇ મોવરએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.