જાહેર માર્ગ ઉપર કૂવો અને મકાન ખડકી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે જૂનો રસ્તો છેલ્લા દસ વર્ષથી કબ્જે કરી લઈ માર્ગ ઉપર મકાન બનાવી કૂવો બનાવી નાખવામાં આવતા મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે સરકારી માર્ગની જમીન કબ્જે કરવા મુદ્દે મામલતદાર કચેરીના મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલએ ટોળ ગામે રહેતા આરોપી ફતેમામદ જીવાભાઇ ગઢવાળા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અંગેના નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દ્વારા અમરાપર ગામ તથા ટોળ ગામના સીમાડે અમરાપર ગામ સર્વેનં.૧૧૬ વચ્ચેથી પસાર થતો જુનો માર્ગ આવેલ હોય જે જુના માર્ગ (રસ્તા) ઉપર આશરે ૧૦(દશ) વર્ષ થી દબાણ કરી રસ્તો બંધ કરી તેમજ ટોળ ગામના બિન નંબરી સરકારી જમીનમા મકાન તથા કુવો બનાવી ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કર્યું હોય ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..