આ પાણી જોવા દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હતા, હવે ફરી સ્થિતિ સામાન્ય : ભૂસ્તર વિભાગે પાણીના નમૂના પણ લીધા, ભરતી-ઓટ પણ કારણભૂત હોવાની શક્યતા વ્યક્ત કરાઈમોરબી અપડેટ : મોરબી તાલુકાના વીરપરડા ગામે એક કૂવામાં પાણી હલકડોલક થતી હોવાની ઘટના ઠેર ઠેર ચર્ચાનો વિષય બની હતી. આ ઘટના નિહાળવા આ જગ્યાએ દરરોજ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવતા હતા. જો કે હવે પાણી હાલક ડોલક થતું બંધ થઈ ગયું છે એટલે સ્થિતિ સામાન્ય બની ગઈ છે. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને મોરબી કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આદેશ અન્વયે ભૂસ્તર વિભાગના વોટર રિસર્ચ ટીમના અધિકારી વી. એમ. ગરવા વીરપરડા ગામે પહોંચ્યા હતા અને કૂવાના પાણીના સેમ્પલ મેળવવાની સાથે કૂવાની લંબાઈ-પહોળાઈ માપી હતી.ખેડૂતના ખેતરમાં 3 મહિના પહેલા જ બન્યો હતો કૂવોતાજેતરમાં મોરબી તાલુકામાં 9 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. વીરપરડા ગામના ખેડૂત પ્રાણજીવન સાદરીયાએ પોતાના ખેતરમાં 3 મહિના પહેલા જ કૂવો બનાવ્યો હતો, જે આ ચોમાસામાં પ્રથમ વખત સંપૂર્ણ ભરાયો હતો. છેલ્લા 5 દિવસથી આ રહસ્યમય કૂવો જોવા માટે દૂર-દૂરથી લોકો ઉમટી રહ્યા હતા.નવલખી બંદરની ભરતી-ઓટ કે પવનની અસર?અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીંથી 15 કિલોમીટર દૂર નવલખી બંદર આવેલું છે. દરિયામાં આવતી ભરતી અને ઓટના સમયની અસરના કારણે કૂવાના પાણીમાં હલનચલન થતી હોવાની પ્રાથમિક શક્યતા સેવાઈ રહી છે. શરૂઆતમાં પવનના કારણે પાણી હલતું હોવાનું અનુમાન હતું, પરંતુ આજે સવારથી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા છતાં કૂવાનું પાણી સંપૂર્ણ શાંત જોવા મળ્યું હતું.જળ સંપત્તિ વિભાગના અધિકારી એમ. કે. જસવાણીનું નિવેદનઆ મામલે રાજકોટથી જળ સંપત્તિ વિભાગની ટીમ પણ વીરપરડા પહોંચી હતી. અધિકારી એમ. કે. જસવાણીએ જણાવ્યું હતું કે તેઓ તેમની 3 સભ્યોની ટીમ સાથે બપોરે 12 થી 12:30 વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ અંગે માહિતી આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે આસપાસના 20 કિલોમીટરની પેરીફેરીમાં તેમના વિભાગના કોઈ બોરવેલ ન હોવાથી ગ્રાઉન્ડ વોટર ફ્લોની દિશા કે અન્ય ડેટા જાણી શકાયા નથી. આ ઉપરાંત, માત્ર પવનના કારણે આવી સતત હલનચલન શક્ય નથી. જમીનની નીચે રહેલા પથ્થરોના ફ્રેક્ચર ઝોન અને પોર પ્રેશરના કારણે નીચેથી પાણીનો ફ્લો ચાલુ હોવાથી આ હલનચલન થઈ શકે છે. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે નવો બોરવેલ કરીને નીચેની સબ-સરફેસ અને પથ્થરોની સ્થિતિ જાણવી જરૂરી છે.#MorbiUpdate #MorbiNews #Virparada #MysteriousWell #WaterResources #GujaratNews #Morbi