ચિ.ક્રિષ્નાબેને ચિ.અજયભાઈ સાથે પ્રભુતામાં પગલાં પાડયા મોરબી : પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલનું હવે ધીમે ધીમે અન્ય સમાજમાં પણ અનુકરણ થઈ રહ્યું છે ત્યારે આજરોજ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને કોળી સમાજના વર વધુના ઘડિયા લગ્ન યોજાયા હતા. લગ્ન પ્રસંગ પાછળ ખોટા ખર્ચ બચે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી વધુને વધુ સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે આજે કોળી સમાજનના યુવક યુવતીના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ચિ.ક્રિષ્નાબેન ભરતભાઈ મહલીયાના શુભલગ્ન ચિ.અજય ભાઈ ચંદુભાઈ આત્રેસા સાથે યોજાયા હતા. આ પ્રસંગે કોળી સમાજના અગ્રણી ભાણજીભાઈ ડાભી (રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રદેશ સંગઠન મહામંત્રી), સચિનભાઈ સંતાલપરા (સદસ્ય ઘુટુ ગ્રામ પંચાયત) પિયુષ ભાઈ વિઠ્ઠલભાઈ ઝિંઝુવાડીયા (સમાજ અગ્રણી ધરમપુર) તુલસી ભાઈ પાટડીયા (ત્રાજપર તાલુકા પંચાયત સભ્ય), ધનજીભાઈ સંખેસરિયા (ઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી) મનુભાઈ ઉપસરિયા (વેલનાથ મંદિર પ્રમુખ) વિષ્ણુભાઈ મજેઠીયા (મચ્છું ન્યૂઝ કન્વિનર મોરબી) ગોપાલભાઈ ઉપસરિયા (સમાજ અગ્રણી) જાસુભા ઝાલા (પુર્વ ઉપસરપંચ તથા ગ્રામ પંચાયત સભ્ય) રમેશભાઈ ટીડાણી (સમાજ અગ્રણી) ત્રાજપર સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં અને નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..