હવામાન નિષ્ણાત રમેશ બસિયાની આગાહી: 29 મે સુધી આકરી ગરમી બાદ 30 મેથી હવામાનમાં મોટો ફેરફાર, મોરબી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાંની શક્યતામોરબી : સમગ્ર દેશમાં હાલ નૌતપા ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજસ્થાન અને ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીની ચપેટમાં આવી ગયા છે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયાના જણાવ્યા અનુસાર, આગામી 29 મે સુધી ગરમીનું આ આકરૂં જોર યથાવત રહેશે. જોકે, 30 મેથી વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળશે, જે લોકોને આ કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત અપાવશે.રાજસ્થાન ઉપર એક યુ.એ.સી. (Upper Air Cyclonic Circulation) સર્જાયું છે. આ સાથે અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનનારી નવી સિસ્ટમના સંયુક્ત પ્રભાવથી હવામાનમાં મોટો પલટો આવશે. આ બદલાવને કારણે 30 મે થી 4 જૂન દરમિયાન ઉત્તર ભારતના રાજ્યો તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.મોરબી અને ગુજરાત ગુજરાત માટે હવામાનની સ્થિતિગુજરાતના મુખ્ય ગરમ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં તાપમાન 40°C થી 43°C ની રેન્જમાં રહેશે. જ્યારે મોરબીમાં પારો 38°C થી 40°C ની વચ્ચે રહેવાની ધારણા છે. આ ગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને મોરબીમાં પશ્ચિમ દિશાના પવનની સામાન્ય ગતિ 20 થી 25 કિમી/કલાક રહેશે, જ્યારે પવનના ઝટકાની ગતિ 35 થી 40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.વાતાવરણમાં પલટો અને વરસાદ (31 મે થી 4 જૂન)31 મેથી પવનની દિશા બદલાઈને સાઉથ-વેસ્ટ (દક્ષિણ-પશ્ચિમ) થશે અને પવનનું જોર ઘટશે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને રાજસ્થાનની સિસ્ટમના કારણે 31 મે થી 4 જૂન દરમિયાન મધ્ય-પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા અને ભારે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.મોરબી પર સ્થાનિક અસરમોરબી અને રાજકોટના અમુક સીમિત વિસ્તારોમાં પણ આ ગાળામાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે, જોકે વરસાદનું મુખ્ય જોર ગુજરાતના અન્ય ભાગો તરફ વધુ જોવા મળશે.રાહતના સમાચારઆગામી 29 તારીખ સુધી ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે, પરંતુ 30-31 તારીખથી શરૂ થનારો વરસાદી માહોલ સમગ્ર રાજ્યને ગરમીના ત્રાસમાંથી મુક્તિ અપાવશે અને વાતાવરણ ઠંડુંગાર બનશે.#Morbi #MorbiUpdate #WeatherForecast #GujaratWeather #Heatwave #RainPrediction #RameshBasiya #Summer2026