જામનગરથી મોરબી અને મોરબીથી જામનગર હાઇવે રૂટને ડાયવર્ટ કરાયોટંકારા : રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે ટંકારા - લતીપર - ધ્રોલ હાઇવે ઉપર ખાખરા નજીક આજી નદીના પુલ ઉપર પુરના પાણી ફરી વળતા હાઇવેને વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.મોરબી - જામનગર અને જામનગર - મોરબી વચ્ચે અવર જવર માટેના ટંકારા - લતીપર ધ્રોલ હાઇવે ઉપર ખાખરા નજીક આજી નદીના પુલ ઉપર પુરના પાણી ફરી વળતા હાલમાં ટંકારા લતીપર હાઈવે બંધ કરાયો છે.વધુમાં હાઇવે ઉપર ખાખરા ગામ પાસે આવેલ પુલ ઉપર જળ પ્રવાહ વધતા ટંકારા મામલતદાર મામલતદાર કેતન સખિયા દોડી ગયા છે અને ટંકારા પોલીસ અને ધ્રોલ- લતીપર પોલીસ સામે સામે બંદોબસ્ત ગોઠવી દઈ વાહનોની અવરજવર બંધ કરાવી રૂટ ડાયવર્ટ કર્યો છે.વધુમાં જામનગર જવા માટે ટંકારા- ધ્રોલ હાઈવેનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે.