વાંકાનેરના ખેડૂત અંગેવાનોને રજુઆતને મામલતદાર મારફત રાષ્ટ્રપતિ સમક્ષ પહોચાડી વાંકાનેર : કેન્દ્ર સરકારે કૃષિ સંબધિત ત્રણ વિધાયકો બહુમતીથી પસાર કર્યા બાદ આ કાયદો ખેડૂતો વિરોધી હોવાના સુર સાથે જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે અને દિલ્હીમાં આ ખેડૂત વિરોધી કાયદાને રદ કરવાની માંગ સાથે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે.ત્યારે વાંકાનેર તાલુકાના ખેડૂત આગેવાનોની રજુઆતને પગલે વાંકાનેરના ધારાસભ્યએ મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદન આપીને કૃષિ સંબધિત ત્રણ વિધેયકોને રદ કરવાની માંગ કરી છે. વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજદાએ મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ,ખેડૂતોની માંગણી ન હોવા છતાં કેન્દ્ર સરકારે કૃષિ સંબધિત વિધાયકોને મંજૂરી આપીને ખેડૂતોને અન્યાય કર્યો છે.ખરેખર અમુક ચૂંનદા ઉધોગપતિઓને મદદ કરવા માટે આ ખેડૂત વિરોધી કાયદો પસાર કર્યો છે.આથી આ ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કર્યો છે અને દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે.જો કે વાંકાનેરના ખેડૂત અંગેવાનોએ આ ખેડૂત વિરોધી કાયદાને રદ કરવા માટે રજુઆત કરી હતી.આથી આ રજુઆતને તેઓએ રાષ્ટ્રપતિ સમક્ષ પહોચાડીને ખેડૂત વિરોધી કાયદાને રદ કરવાની માંગ કરી છે.