વાંકનેર : હાલના તબકકે ફાટી નિકળેલ રોગચાળા અને કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી આજે તા. ૧૧-૪-૨૦૧૧ રવિવારથી તા. ૧૮-૪-૨૦૨૧ રવિવાર સુધી આખુ સપ્તાહ વાંકાનેર માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. ત્યારબાદ પરિસ્થિતી પ્રમાણે તા. ૧૮-૪-૨૦૨૧ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. આ સાથે વાંકાનેર માર્કેટયાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ નવો માલ લાવવો નહીં, તેમ એ.પી.એમ.સી. વાંકાનેર દ્વારા યાદીમાં જણાવાયું છે.