વાંકાનેરનું માર્કેટ યાર્ડ દરરોજ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લું રહેશે વાંકાનેર : વાવાઝોડાનો ખતરો ટળવાની સાથે કોરોનાની પરિસ્થિતિ હળવી થતા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી છે. તેથી, ઘણા સમય બાદ આવતીકાલથી વાંકાનેરનું માર્કેટ યાર્ડ ધમધમી ઉઠશે અને વાંકાનેરના માર્કેટ યાર્ડમાં આવતીકાલે શનિવારથી રાબેતા મુજબ દરેક જણસીઓની હરાજી શરૂ થઈ જશે. વાંકાનેરનું માર્કેટ યાર્ડ દરરોજ સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્યું રહેશે. વાંકાનેરના ડો. એ. કે.પીરજાદા માર્કેટ યાર્ડની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે તા. 22 મેના રોજ શનિવારથી વાંકાનેરનું માકેટ યાર્ડ શરૂ થશે અને રાબેતા મુજબ દરેક જણસીઓની હરાજી થશે. આથી, આજે શુક્રવારે બપોરના 2 વાગ્યાથી દરેક જણસીઓની ઉતરાઈ ચાલુ કરવામાં આવી છે. તેથી, વેપારીઓ, એજન્ટો અને મજૂરોને હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે યાર્ડમાં આવનાર તમામને ફરજિયાત માસ્ક પહેરવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી છે.